* હરસુખભાઇએ લખ્યું તેમ તેમનો બ્લોગસ્પોટનો બ્લોગ કોઇ કારણસર બંધ થઇ ગયો! હવે તમારી પોતાની વેબસાઇટ હોય કે વર્ડપ્રેસ.કોમ હોય, જો વર્ડપ્રેસની ૨.૫ કે વધુ આવૃત્તિ હોય તો બેકઅપ લેવા માટે નીચેનો સ્ક્રિનશોટ તમને મદદ કરશે.
૧. મેનેજ–>એક્સપોર્ટ–>ડાઉનલોડ એક્સપોર્ટ ફાઇલ પર ક્લિક કરો.
૨. તમને એક .xml ફાઇલ સેવ (સંગ્રહ) કરવાનું કહેવામાં આવશે. આ xml ફાઇલ શું [...]
* ઓહ, ભૂલી ગયો અને છેક સાંજે યાદ આવ્યું કે આજે મધર્સ ડે એટલે કે મા દિવસ છે. ભારતમાં તો આવો કોઇ તહેવાર નથી, વેલેન્ટાઇન ડેની જેમ આ પણ આયાતી દિવસ છે — પણ તેમાં ખોટું શું છે? મમ્મીને ફોન કર્યો અને વાતો કરી. મજા આવી દિવ્યભાસ્કરમાં મધર્સ ડે પર સરસ લેખો આવેલ છે.
અને [...]
* NIN (નાઇન ઇંચ નેલ્સ) બેન્ડે તેમનું છેલ્લું આલ્બમ ધ સ્લિપ ક્રિએટીવ કોમન્સ લાયસન્સ હેઠળ બહાર પાડ્યું છે. એટલે કે, તમે ઓફિશિઅલી તેને ડાઉનલોડ કરી શકો છો. રોક સંગીતનાં શોખીનો, જલ્સા કરો.
* તો શુક્રવારે ભંગાર મુવી સ્પિડરેસર જોયા પછી, મગજ આખી રાત બહેર મારી ગયું હતું. ૩ વાગ્યા સુધી ઇન્ટરનેટ અને લિનક્સ પર મંત્ર-તંત્ર અને જાપ કર્યા પછી શનિવારે સવારે મોડા ઉઠ્યો. બપોરે બંગાળી ભોજન લીધું (ફક્ત દાળ-ભાત, નો માછલી!) અને મસ્ત મજાની ઉંઘ માણી. સાજે ડેબિયનનો એક પ્રોબ્લેમ સોલ્વ કરીને સાંજે ઉલ્સુર તળાવ પર ફરવા [...]
* આ શબ્દ બહુ વિચિત્ર છે અને આજકાલ બરોબરનો મારી પાછળ પડી ગયો છે. માણસ ઇન્ટરનેટ પર, વાંચીને, ગપ્પાં મારીને, સોફ્ટવેરનાં બગ્સ ફિક્સ કરીને પણ કેટલો સમય પસાર કરી શકે? લાગે છે આજે ફરી ક્રોસવર્ડની મુલાકાત લેવી પડશે..
* એક દિવસમાં બે બનાવો બન્યા એટલે આ પોસ્ટ લખવાની ઇચ્છા થઇ:
૧. મારો એક મિત્ર અને એની એક મિત્ર (વાંચો ગર્લફ્રેન્ડ) નજીકનાં બગીચામાં ફરવા ગયા. સાંજ પડી ગઇ અને રાત થવા આવી હતી. બે પીધેલાં પોલીસદાદા આવ્યા અને કહ્યું જે કરવું હોય તે કરો પણ અમને રૂપિયા આપો. બિચારા બન્ને, શરમાઇને પાછા આવ્યા.
૨. રાત્રે ઢોંસા [...]
Damn cute.