* થોડા સમય પહેલા મને કોઇએ ઇન્ડિયાપ્લાઝાનું ગિફ્ટ વાઉચર મોકલ્યું (ખબર નહીં, પણ કોઇ દયાળુ આત્માએ કે પછી ઇન્ડિયાપ્લાઝા વાળાઓએ..). મેં પપ્પા માટે ફાધર્સ ડે માટે પેન ડ્ાઇવ અને એક ટેબલ ક્લોકનો ઓર્ડર આપ્યો. ટેબલ ક્લોક તો અઠવાડિયામાં આવી ગઇ પણ પેન ડ્રાઇવ ન આવી. ફાધર્સ ડે આવીને ગયો પણ કોઇ સમાચાર નહીં! પછી તપાસ [...] […]
* કુનાલે લખ્યું તેમ હાઇકોર્ટે ૩૭૭મી કલમની વિરુધ્ધમાં ચુકાદો આપ્યો – પણ કોઇને યાદ આવે છે ૩૭૦મી કલમ? કાશ્મીરની ૯૦ ટકા મુશ્કેલીઓનું નિવારણ આ કલમ નાબૂદ કરવાથી આવી શકે છે તેમ મારું માનવુ છે. હા, જોકે હવે, બહુ જ મોડુ થઇ ગયુ છે. જમ્મુ-કાશ્મીરમાં તમે અંગત મિલ્કત ન ધરાવી શકો પણ, જમ્મુ-કાશ્મીર બેન્ક ગુજરાતનાં અમદાવાદમાં [...] […]
* આ મહિનો – એટલે કે જુલાઇ મહિનો `નેશનલ બ્લોગ પોસ્ટિંગ મંથ` છે. વધુ માહિતી માટે જુઓ વર્ડપ્રેસનું આ એનાઉન્સમેન્ટ. અને પ્રોજેક્ટનું વેબ પાનું. તો એમાં આપણે શું કરવાનું? કંઇ નહીં. માત્ર દરરોજ એક પોસ્ટ કરવાની – આખા મહિના દરમિયાન.. તો તમે ભાગ લો છો કે નહીં? […]
* હા, તમે હવે એટલે કે આજથી ફાયરફોક્સ ૩.૫ મેળવી શકશો! તો, શું ખાસ વાત છે આ ફાયરફોક્સ ૩.૫માં? ૧. તમે હવે બંધ કરેલ ટેબ કે વિન્ડોને Undo કરી શકો છો. ૨. પ્રાઇવેટ બ્રાઉઝિંગ – એટલે કે તમે મુલાકાત લીધેલ વેબસાઇટ્સની હિસ્ટરી, કૅશ, કુકીસ વગેરેની નોંધ નહીં લેવાય. ૩. ૭૦ કરતા વધુ ભાષાઓમાં પ્રાપ્ત (ગુજરાતી તો ખરું જ! [...] […]
* ના, હું આજે કોઇ મારી પોતાની કહેવતો મૂકતો નથી! પણ, ગુજરાતીલેક્સિકોનમાં હવે તમે નવી ગુજરાતી-અંગ્રેજી કહેવતો અને નવો વિભાગ અંગ્રેજી-ગુજરાતી કહેવતો માણી શકશો. તેને ટેસ્ટ કરો અને જો કંઇ મુશ્કેલી કે ભૂલ જણાય તો અમને ઇન્ફો એટ ગુજરાતીલેક્સિકોન.કોમ પર અચૂક ઇમેલ કરો.. […]
* આજે મારા ધોળિયા મેકનું એક વર્ષ પૂરું થયું. જો કે હવે, એ ધીમે-ધીમે ઘઉં વર્ણું બની રહ્યું છે. અને હા, એપલ કંપનીએ હમણાં સરસ મજાનું ૧૩” નું એલ્યુમીનીયમ બૉડી ધરાવતું મેકબુક-પ્રો બહાર પાડ્યું છે. ભાવ દેખવા જેવા નથી!! […]
* ગઇકાલે લોકશક્તિ એક્સપ્રેસની રાહ જોતો બોરીવલીનાં પ્લેટફોર્મ નં ૪ પર ઊભો હતો ત્યારે એક ભાઇ મારી પાસે આવ્યા અને કહ્યું કે, મારે સુરત જવું છે. મેં કહ્યું, તો જાવ ને.. એ ભાઇ મારા મજાકનાં સૂરને પારખીને પછી દયામણા સ્વરે બોલ્યા કે મારે સુરત જવું છે અને મારી ટીકીટ મારા મિત્ર પાસે રહી ગઇ છે, [...] […]
* તમને ખબર છે કે આજે ફાધર્સ ડે છે, મને પણ ખબર છે. પણ, હું તમને સાંજે ફોન કરીશ, કદાચ ભૂલી પણ જઇશ. અને તમે એ જ ભોળપણમાં સામે જવાબમાં થેંક યુ ની જગ્યા એ સામે, હેપ્પી ફાધર્સ ડે કહેશો. અને અમે હસીશું, પણ હવે એ બરાબર છે, હું પણ પિતા ઉર્ફે છું ને! યાદ છે [...] […]
Hey! I don’t want to see these things. Maybe a warning is in order.
Chance
October 8, 2008 at 7:43 pm